સપ્ટેમ્બર 19, 2024 8:15 પી એમ(PM) | ‘સ્વચ્છતા અભિયાન’

printer

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત બસ સ્ટેન્ડ પરિસર, શૌચાલય, તેમજ બસ સ્ટેન્ડ ની વિવિધ કચેરીઓની સાફ સફાઇ કરવામા આવી

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત જામનગર તેમજ ડાંગના આહવા બસ સ્ટેન્ડ પરિસર, શૌચાલય, તેમજ બસ સ્ટેન્ડ ની વિવિધ કચેરીઓની સાફ સફાઇ કરવામા આવી હતી અને વિભાગીય નિયામક, બસ ડેપો મેનેજર તેમજ મુસાફરોએ સ્વચ્છતા અંગેના શપથ પણ લીધાં હતાં.
સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધરેજ વઢવાણ નગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪“ અંતર્ગત “યોગ શિબિર“નું આયોજન કરવામાં આવ્યું હતું. તો સુરેન્દ્રનગર જિલ્લા પોસ્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા શપથ, ઉપરાંત જાહેર જનતાને સ્વચ્છતા માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચ્છમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ચાલતી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના તમામ ગામડાઓમાં સ્વચ્છતાનો સંદેશ આપવા ગ્રામ્યસ્તરે શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત કચેરી પ્રાંગણની સફાઇ કરવામાં આવી હતી.
ભાદરવી પૂનમ નિમિતે યાત્રાધામ અંબાજીમાં યોજાતા મહા મેળામાં અંબાજીથી 50 કિલોમીટરના એરિયામાં ઉત્તર ગુજરાત વિસ્તારની 70 કોલેજૉના 2000 થી વધુ એનએસએસના વિદ્યાર્થીઓ એ મહા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતુ.
CCA ઓફિસ અમદાવાદમાં પાલડીના ટાગોર હોલ તેમજ આસપાસના વિસ્તારોમાં તેમજ વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં પણ સફાઇ અભિયાનનું આયોજન કરવાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.