રાજ્યભરમાં ગઈકાલે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. તે અંતર્ગત પાટણ જિલ્લામાં મહિલાઓ માટે કાનૂની – આધ્યાત્મિક અને 21મી સદીની આધુનિક મહિલા વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
પંચમહાલના ગોધરામાં લાલબાગ બસ મથક ખાતે મહિલા કન્ડક્ટરોનું સન્માન કરાયું.
બીજી તરફ ડાંગના આહવામાં સિવિલ હોસ્પિટલ ખાતે દીકરી વધામણા કીટ અને વ્હાલી દિકરી યોજના અંતર્ગત મંજૂરી હુકમ વિતરણ કરાયું હતું.
છોટાઉદેપુરના ડુંગરવાંટ ગામમાં ગ્રામ પંચાયતનાં સરપંચ ડોક્ટર બીનાબેન રાઠવાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં હતાં.
વડોદરાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા – દશરથ ખાતે મહિલા દિવસના ઉપલક્ષ્યમાં વિવિધ ટ્રેડની મહિલા તાલીમાર્થીઓએ વક્તૃત્વ, ચિત્ર સહિતની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
Site Admin | માર્ચ 9, 2025 3:02 પી એમ(PM)
રાજ્યભરમાં ગઈકાલે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
