રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે. બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ માં 26 હજાર 136, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં 11 હજાર 848 અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨ હજાર 65 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પણ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી, મોંઢું મીઠું કરાવી આવકારી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમો બનાવવામાં આવી છે. વિદ્યાર્થી ટ્રાફિક સમસ્યામાં ફસાઈ તો હેલ્પલાઈન નં. ૦૨૬૪૨- ૨૨૩૦૮૪ તેમજ ૦૨૬૪૨ – ૨૨૩૩૦૩ ઉપર કોલ કરવો.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 9:34 એ એમ (AM)
રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે.