રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં ભગવાન હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી.પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહીત જણાવે છે કે, ગોધરા શહેરના વાવડી હનુમાન, સાંપા ગામના ઘેલવા હનુમાન ઉપરાંત હાલોલ, કાલોલ, શહેરા સહિત હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતીની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ સાથે જ સમગ્ર દિવસ દરમિયાન મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કોટંબા અને ધવલીધોડ ગામ ખાતે હનુમાંજયતીની ઉજવણી નિમિતે અંદાજિત 550 જેટલા લોકોને સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટની ધમકી, ફ્રી ગેઇમ એપ્લિકેશન, ફ્રી ગિફ્ટ તેમજ કેસ વાઉચર ના નામથી આવતી લિંકની માહિતીથી સાવધાન પહેવાની જાણકારી આપવામાં આવી હતી. મહિસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશીક જોષી જણાવે છે કે વીરપુર ખાતે હનુમાન જ્યંતીના દિવસે કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું.દિવના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે દીવ એરપોર્ટ નજીક આવેલ હનુમાન મંદિરે ભક્તોએ ધામધુમપૂર્વક હનુમાન જન્મોત્સવની ઉજવણી કરી હતી. બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભિમાણી જણાવે છે કે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન મંદિરે સમુહ સંધ્યા આરતીમાં હજારો ભાવિકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ કરી આરતી ઉતારી હતી. પાટણ શહેરના વિવિધ હનુમાન મંદિરો ખાતે વિશેષ શોભા, શણગાર અને આંગી કરવામાં આવ્યા હતા. ભાવિક ભકતો વહેલી સવારથી જ અંજનીપુત્રના દર્શન કરવા માટે મંદિરો ખાતે ઉમટી પડ્યા હતા અને શોભાયાત્રામાં જોડાયા હતા.
Site Admin | એપ્રિલ 13, 2025 10:03 એ એમ (AM)
રાજ્યભરમાં ગઇકાલે હનુમાનજીના જન્મોત્સવની ધાર્મિક,આસ્થા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઇ