આજના કૃષ્ણન્મોત્સવની ઉજવણી રાજ્યભરમાં ભક્તો કૃષ્ણમય બનીને કરી રહ્યાં છે.. પવિત્ર તીર્થસ્થાન દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના તીર્થોમાં કૃષ્ણભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.. રાત્રીના બાર વાગ્યે ભગવાનના જન્મોત્સવની દ્વારકામાં ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો હોવાનું અમારા દ્વારકાના પ્રતિનિધિ કરણ જોષીએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું.
અરવલ્લીમાં આવેલા શામળાજી તીર્ખસ્થાન ખાતે મંગળા આરતીમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને હાલમાં પણ ભગવાના ચરણોમાં શીશ ઝુકાવવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હોવાનું અને સાંજના યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે શામળાજી મંદિરના પૂજારી પરેશભાઇએ માહિતી આપી હતી
મધ્ય ગુજરાતના તીર્થસ્થાન ડાકોરમાં પણ વિશેષ ઉજવણી થઇ રહી છે. આજના આ પાવન દિવસે મહિસાગરના ખાનપુરના કલેશ્વરી દેવીના મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.. બોટાદમાં પણ ભવ્ય શોભાયાત્રમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કૃષ્ણભક્તિમાં લીન બન્યા હતા.