ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 3, 2025 7:34 પી એમ(PM)

printer

રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકશાની સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે

રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકશાની સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જીલ્લાવાર ખેતીવાડી વિભાગની ટીમો દ્વારા સઘન કામગીરી કરાઇ રહી છે .
વડોદરાના જિલ્લામાં ૧૦૭ ટીમો દ્વારા ૪૦૬ ગામોમાં માવઠાથી પાક નુકસાનીનો સર્વે પૂરો થયો છે, જેમાં ડભોઇ તાલુકામાં ૭૫, ડેસર તાલુકામાં ૨૮, કરજણમાં ૫૧, પાદરામાં ૫૮, સાવલીમાં ૫૭, શિનોરમાં ૩૦, વડોદરા તાલુકામાં ૫૧, વાઘોડિયા તાલુકામાં ૫૬ મળી કુલ ૪૦૬ ગામોમાં સર્વે કામગીરી પૂરી થઇ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ૪૯ ટીમ દ્વારા કોડીનારના ૬૧ ગામમાં, સૂત્રાપાડાના ૪૭ ગામમાં અને ઉનાના ૭૮ ગામમાં એમ ૧૦૦% સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે તાલાલાના ૩૫, વેરાવળના ૪૦ અને ગીરગઢડાના ૫૦ ગામમાં ૮૬% સર્વે પૂર્ણ થયો છે.
નવસારી જિલ્લામાં 138 ટીમો દ્વારા 384 ગામોનું સર્વે કાર્ય ૩૮૪ કામગીરી પૂરી કરવામાં આવી છે
પંચમહાલ જિલ્લામાં કુલ 116 ટીમો દ્વારા 592 ગામોમાં સર્વે હાથ ધરાયો છે, જે 7 દિવસમાં સરકારને રિપોર્ટ આપશે.
તાપી જિલ્લાના વ્યારા, વલોડ, નિઝર, ઉચ્છલ, કુકરમુંડા, સોનગઢ, ઉકાઈ અને ડોલવનના કુલ ૫૧૮ ગામોમાં વરસાદી નુકસાન નોંધાયું છે. જેમાં કુલ ૧૨૮ ટીમો દ્વારા ઝડપથી સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લામાં ૧૦૦ ટીમો દ્વારા તમામ ૩૧૧ ગામડાઓમા પાક નુકસાની અંગે સર્વેની કામગીરી હાથ ઘરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં કુલ ૩૩૨ ટીમો દ્વારા જામનગર (ગ્રામ્ય) ના ૧૦૦, જામનગર (શહેર)ના ૬, કાલાવડના ૯૮, જામજોધપુરના ૬૯, ધ્રોલના ૪૨, જોડિયાના ૩૭ અને લાલપુરના ૭૩ ગામોનો સર્વે પૂર્ણ કરી દેવાયો છે.
ભાવનગર જિલ્લામાં ૬૯૯ જેટલાં ગામોમાં સર્વેની પ્રક્રિયા પૂરી થઈ છે.
વલસાડ જિલ્લાના 469 ગામોમાં પાક નુકસાનીના સર્વે માટે કુલ 16 ટીમોની રચના કરવામાં આવી છે.