રાજ્યભરમાં ઉત્સાહ ઉમંગ અને આરાધના સાથે નવરાત્રી મહોત્સવનો આરંભ થયો છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે ઘટસ્થાપન સાથે નવરાત્રીનો આરંભ થયો હતો. આ દસ દિવસ દરમિયાન ચાંચરચોકમાં રાસગરબાની રમઝટ જામશે. પાવાગઢ યાત્રાધામ ખાતે આસો નવરાત્રિના પ્રથમ નોરતે એકથી દોઢ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માતા મહાકાળીનાં દર્શનનો લાભ લીધો. સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી યાત્રિકોની સુરક્ષા સલામતીની જાળવણી કરાઈ હતી.ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાર્વજનિક નવરાત્રી મહોત્સવનુ આયોજન કરાયું છે. જે અંતર્ગત ગઇકાલે પ્રથમ નોરતે ડાંગ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા દ્વારા માતાજીની આરતી કરાઈ હતી. કરવામાં આવી હતી.આ પ્રસંગે ખેલૈયાઓને મહિલા જાગૃતિ, મતદાન જાગૃતિ અભિયાન, બાળકોનુ જાતિય શોષણ અટકાવવા જાગૃતિ, ડાંગ જિલ્લાના પ્રવાસીઓની સલામતી તેમજ નશામુક્તિ, ટ્રાફિક જાગૃતિ, સાઇબર ક્રાઇમ અટકાવવા માટે માહિતી જાણકારી અપાઈ હતી.દીવ ખાતે ખારવા સમાજ દ્વારા નવરાત્રી નો વિધિવત પ્રારંભ થયો છે , માતાજીની શોભાયાત્રા બાદ માતાજી ની વિધિવત સ્થાપના કરવામા આવી હતી
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 9:37 એ એમ (AM)
રાજ્યભરમાં ઉત્સાહ ઉમંગ અને આરાધના સાથે નવરાત્રી મહોત્સવનો આરંભ
