રાજ્યભરમાં આવતીકાલે 11-મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. ત્યારે રાજ્યકક્ષાનો યોગ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતે ઉજવાશે. આ વર્ષે રાજ્યભરમાંથી અંદાજે એક કરોડ 50 લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનો લક્ષ્યાંક છે. વડનગરના સર્મિષ્ઠા તળાવ ખાતે ભુજંગાસનમાં નવો વિશ્વ વિક્રમ બનાવવાનો પણ રાજ્યનો લક્ષ્યાંક છે.કચ્છમાં જિલ્લા અને તાલુકાકક્ષાની ઉજવણીને લઈ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ, જિલ્લા-કક્ષાનો યોગ દિવસ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં સ્મૃતિવન ખાતે ઉજવાશે.કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં રાજકોટમાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાશે. અમદાવાદ જિલ્લામાં અંદાજે સવા ત્રણ લાખ લોકો યોગ કરશે. જિલ્લામાં એક હજાર 464 સ્થળ પર યોગ દિવસ ઉજવશે. ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર પરિસર પાસે ચોપાટી મેદાન ખાતે યોગ દિવસ’ની જિલ્લાકક્ષાની ઉજવણી કરાશે. જ્યારે જામનગર જિલ્લાકક્ષાની ઉજવણી મંત્રી મુળૂભાઈ બેરાની ઉપસ્થિતિમાં યોજાશે
Site Admin | જૂન 20, 2025 8:43 એ એમ (AM)
રાજ્યભરમાં આવતીકાલે 11-મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે