સપ્ટેમ્બર 16, 2024 7:37 પી એમ(PM)

printer

રાજ્યભરમાં આવતીકાલથી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો આરંભ

આવતીકાલથી રાજ્યમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી શરૂ કરાશે..
ભારત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ‘‘સ્વચ્છતા હી સેવા’’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની થીમ ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ છે.
રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ ઉપરાંત રાજ્યના તમામ વિભાગોમાં સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ નું અમલીકરણ કરાશે..
લોકભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત સફાઇ કામદારો સાથે પ્રવૃત્તિઓ કરાશે, રોજરોજની નગરની સફાઈ, શહેરના તમામ ગાર્બેજ પોઈન્ટ, તમામ વાણીજ્ય વિસ્તારો, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ તેમજ શહેરના તમામ બાગ-બગીચાઓ, ફૂટપાથ, ધોરીમાર્ગોની સફાઈની સાથે અન્ય રોજીંદી સફાઈ થશે સાથોસાથ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા થીમ આધારિત સફાઈની કામગીરી પણ કરાશે..

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.