રાજ્યભરમાં આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ થશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે કહ્યું, ઉત્તરાયણના પર્વમાં ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે આગામી 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવાશે. દરમિયાન રાજ્યભરમાં કુલ 450 જેટલા સંગ્રહ કેન્દ્ર, 85 જેટલા નિયંત્રણ ખંડ અને 480થી વધુ સારવાર કેન્દ્ર અબોલ પક્ષીઓના સારવાર અને બચાવ કાર્ય માટે કાર્યરત્ રહેશે.
ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે લોકો હૅલ્પલાઈન નંબર 1962 ડાયલ કરી શકશે. જ્યારે પક્ષી સારવાર કેન્દ્રની વિગત વાઈલ્ડ લાઈફ હૅલ્પલાઈન નંબર 83200-02000 પર ફોન કરી મેળવી શકશે. શ્રી મોઢવાડિયાએ ખોરાક માટે વિચરતા પક્ષીઓને ધ્યાનમાં રાખી લોકોને સવારે અને સાંજે પતંગ ન ચગાવવા પણ અપીલ કરી છે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 2:38 પી એમ(PM)
રાજ્યભરમાં આવતીકાલથી કરૂણા અભિયાનનો પ્રારંભ થશે.