રાજ્યભરમાં આજે હર્ષોલ્લાસભેર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ પતંગરસિકો ધાબા પર પહોંચી ગયા છે. આ સાથે જ ઉત્તરાયણ નિમિત્તે ઉંધીયું, જલેબી જેવી વાનગીની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના વિવિધ મહાનુભાવો પણ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણીમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સૅન્ટ્રલ વિસ્ટા ખાતે યોજાયેલા પતંગ મહોત્સવનો પ્રારંભ કરવ્યા બાદ પતંગ ઉડાડી નાગરિકોને લાડુ અને ચિક્કીનું વિતરણ કર્યું. તેમજ મકરસંક્રાંતિના પાવન પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી.
ત્યારબાદ શ્રી પટેલે અમદાવાદમાં દરિયાપુર વિસ્તારના વાડીગામમાં સ્થાનિકો સાથે પતંગ ચગાવી હતી. તો, ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવી હતી.રાજ્યસભા સાંસદ મયંક નાયક પરિવાર સાથે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલના ઘરે ઉત્તરાયણ ઉજવી.
બીજી તરફ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રશાસક દ્વારા બીચ કાઇટ ફૅસ્ટિવલનો પ્રારંભ કરાયો. મોટી અને નાની દમણ બંને બીચ પર પર્યટકો અને સ્થાનિક લોકની ભીડ જોવા મળી રહી છે. આ અંગે પતંગબાજ સાવન ગૌતમે પ્રતિભાવ આપ્યો.
Site Admin | જાન્યુઆરી 14, 2026 3:51 પી એમ(PM)
રાજ્યભરમાં આજે હર્ષોલ્લાસભેર ઉત્તરાયણની ઉજવણી..