નવેમ્બર 15, 2024 7:08 પી એમ(PM) | ગૌરવ દિવસ

printer

રાજ્યભરમાં આજે સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મૂંડાની 150 મી જન્મ જયંતિને ગૌરવ દિવસ તરીકે ધૂમ ધામથી ઉજવવામાં આવી રહ્યો છે

રાજ્યભરમાં આજે સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મૂંડાની 150 મી જન્મ જયંતિને ગૌરવ દિવસ તરીકે ધૂમ ધામથી ઉજવવામાં આવી રહ્યો છે.
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાણાગઢ-લીંબડી ખાતે યોજાયેલા એક કાર્યક્રમ માં તેમણે જણાવ્યું હતું કે, આદિમ જૂથના તમામ પરિવારોને શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતા આદિવાસી પરિવારો આર્થિક પ્રગતિ કરી રહ્યા છે .
અમદાવાદના શિયાળ ગામ ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ. આ પ્રસંગે એક આરોગ્ય તપાસ શિબિર પણ યોજાઈ.
તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિત અનેક અધિકારીઓની ઉપસ્થિતિમાં ગૌરવ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ આજથી 27 દિવસ સુધી શબરીધામ થી અંબાજી સુધી ચાલનાર છે, આ દરમ્યાન આદિવાસી સંસ્કૃતિ અને વિરાસત, લોકલ ટુ ગ્લોબલ ,ઉદ્યોગ સાહસિક કારીગરોની કળાનું પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે.

પાટણ ખાતે સૂર્યનગર ભીલવાસ ખાતે આવેલ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફુલહાર અર્પણ કરી ભવાંજલી આપવામાં આવી. આ પ્રસંગે સાંજે પ્રતિમા સમક્ષ મહાઆરતી તેમજ આદિવાસી સમાજની બહેનો દ્વારા મીઠાઈ વિતરણ કરાયું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.