રાજ્યભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી..
જે અંતર્ગત જામનગરમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા 15 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું.
વઢવાણમાં સાંસદ ચંદુભાઇ શિહોરા અને મહેસાણામાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને લોકસભા સાંસદ હરિ પટેલની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ..
તો ખેડામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ અને પંચમહાલમાં સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષકોનું બહુમાન કરાયું.
ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું હતું.
પાટણ જિલ્લામાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની અધ્યક્ષતામાં 7 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા.
વલસાડ, છોટા ઉદેપુર, અમદાવાદ જિલ્લામાં પંચાયતના પ્રમુખે શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ પરીક્ષાના વિદ્યાર્થીઓનું સન્માન કર્યું..
રાજકોટમાં 3 તો પોરબંદરમાં ચાર શ્રેષ્ઠ શિક્ષકોનું રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું.
દ્વારકા જિલ્લાની વિવિધ શાળાઓમાં આજે બાળકોએ એક દિવસ માટે શિક્ષક બની અભ્યાસ, વહીવટી જ્ઞાન સહિત તમામ વ્યવસ્થાઓ સંભાળીને શિક્ષક દિનની ઉજવણી કરી.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 7:50 પી એમ(PM) | રાષ્ટ્રીય શિક્ષક દિન
રાજ્યભરમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
