રાજ્યભરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઇ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ પ્રસંગે વન્ય જીવ સંરક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મિડિયાના માધ્યમથી શ્રી મોદીએ ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય બીગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીનો પણ ઉલ્લેખ કર્યો છે.
તેમણે તમામ વન્યજીવ પ્રેમીઓને ગીર રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાત લેવા અને રાજ્યનાં લોકોનાં આતિથ્યનો અનુભવ કરવા પણ આમંત્રણ આપ્યું હતું.
શ્રી મોદીએ ગુજરાતમાં તાજેતરનાં વર્ષોમાં સિંહોની સંખ્યામાં થયેલા વધારાને ખુશીના સમાચાર ગણાવ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 10, 2024 3:29 પી એમ(PM)
રાજ્યભરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઇ રહી છે
