ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 7, 2025 2:43 પી એમ(PM)

printer

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણીના ભાગરૂપે સમૂહગાન કરાયું.

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણીના ભાગરૂપે સમૂહગાન કરાયું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોડા છેર ગામની બૉર્ડર આઉટપૉસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રીય ગીતનું સમૂહગાન કર્યું. શ્રી સંઘવીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈ સૌને સ્વદેશી અપનાવવા આહ્વાન કર્યું.
મહેસાણામાં પણ પોલીસ પરેડ મેદાન ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ હરિ પટેલ સહિતના મહાનુભાવની ઉપસ્થિતિમાં “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષની ઉજવણી થઈ.
ગાંધીનગરમાં જિલ્લા પંચાયત ખાતે કેબિનેટ મંત્રી જિતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કરાયેલી ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિત કર્મચારીઓએ “વંદે માતરમ્”નું સમૂહગાન કર્યું.
તાપીમાં જિલ્લા અને તાલુકાકક્ષાની કચેરીઓમાં, ભાવનગરમાં મેયરની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા વિશેષ કાર્યક્રમનો પ્રારંભ “વંદે માતરમ્”ના સમૂહગાનથી કરાયો. ભાવનગર રેલવે મંડળ દ્વારા પણ “વંદે માતરમ્”ના દોઢ સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્મરણોત્સવ ઉજવાયો.
પાટણમાં ઐતિહાસિક વૈશ્વિક ધરોહર રાણીકી વાવના સંકુલમાં, જામનગર, બોટાદ, પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં, કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સ્વામી વિવેકાનંદ પ્રેક્ષકગૃહમાં, કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મલાલા પ્રેક્ષકગૃહ ખાતે, સુરેન્દ્રનગરની ખાનગી શાળામાં અને નવસારીમાં “વંદે માતરમ્”ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે સમૂહગાન સાથે સ્વદેશીની શપથ માટેનો કાર્યક્રમ પણ યોજાયો.
અરવલ્લીમાં જિલ્લા સેવા સદન, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો સહિત વિવિધ સરકારી કચેરીઓ, શાળા-મહાવિદ્યાલયો અને સહકારી સંગઠનો દ્વારા, જ્યારે ડાંગમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. વસાવાની અધ્યક્ષતામાં “વંદે માતરમ્”નું સમૂહગાન કરાયું.