એપ્રિલ 6, 2025 5:45 પી એમ(PM)

printer

રાજ્યભરમાં આજે રામનવમીના પાવન પર્વની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઇ રહી છે

રાજ્યભરમાં આજે રામનવમીના પાવન પર્વની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઇ રહી છે. રાજ્યના વિવિધ રામ મંદિરોમાં મહાઆરતી અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળે ભવ્ય શોભાયાત્રા નીકળી છે. મોટાભાગના રામ મંદિરોમાં રામધૂન અને હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહેસાણામાં આજે રામનવમી પ્રસંગે બે રથયાત્રા નીકળી છે. આ રથયાત્રા શહેરમાં વિવિધ માર્ગો ઉપર ભ્રમણ કરશે. જોટાણામાં પણ રામમંદિરથી રથયાત્રા નીકળશે. જ્યારે વિસનગર ખાતેથી શોભાયાત્રા નીકળશે.
પાટણમાં રામજી મંદિરેથી ભગવાન શ્રીરામના વસ્ત્રો અને પાદુકાની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયુ છે. રાજકોટ શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું