સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં રાજ્યભરમાં આજે રાત્રે 11 વાગ્યે એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની અપીલ કરી છે. આજે સમગ્ર ગુજરાત એક જ તાલે, એક જ સૂરમાં ભારતીય સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમશે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 7:13 પી એમ(PM)
રાજ્યભરમાં આજે રાત્રે એક સાથે ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા ઘૂમીને ગુજરાત ઈતિહાસ સર્જશે