દેશના લોખંડી પુરુષ અને રાષ્ટ્રનિર્માતા ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં આજે યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે નવસારી શહેરમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલે એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ એકતા પદયાત્રામાં 5 હજારથી વધુ લોકો જોડાયા. જામનગરમાં યોજાયેલી યુનિટી માર્ચમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા.
મહેસાણા જિલ્લાના વડનગરના જાસ્કા ગામથી ઊંઝાના દાસજ ગામ સુધી એકતા પદયાત્રા યોજાઈ જેમાં સાંસદ હરિભાઈ પટેલ તેમજ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા.
Site Admin | નવેમ્બર 16, 2025 2:40 પી એમ(PM)
રાજ્યભરમાં આજે યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રાનું આયોજન….