ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 23, 2025 10:58 એ એમ (AM)

printer

રાજ્યભરમાં આજે ભાઈબીજની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

રાજ્યભરમાં આજે ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ભાઈબહેનના પ્રેમ અને પવિત્ર બંધનના પ્રતિક સમી ભાઈબીજને યમ દ્વિતીયા પણ કહેવાય છે. પૌરાણિક કથા અનુસાર યમરાજ બહેન યમુનાને મળવા આવ્યા ત્યારથી ભાઈ બીજની ઉજવણીની શરૂઆત થઈ. ભાઈ બીજના દિવસે બહેન ભાઈને તિલક કરી નાળિયેર આપે છે અને ભાઈના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે.