રાજ્યભરમાં આજે ધનતેરસ અને ધન્વંતરી તેરસની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે ધન્વંતરી ભગવાનની મહાપુજા, અભિષેક, મહાઆરતી, અમૃત કળશકુંભ સ્થાપના, પાટોત્સવ વિષ્ણુયજ્ઞ અને લક્ષ્મીપૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે.
૯મા આયુર્વેદ દિનની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોમાં હેલ્થ સેકટરને વધુ સુદઢ અને સશક્ત બનાવવા માટે ૧૨ હજાર ૮૫૦ કરોડના આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટની દિવાળી ભેટ દેશવાસીઓને આપી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા સ્થિત મેરિલ કંપનીના મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી તથા ઊર્જામંત્રી કનુ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. વાપીની મેરિલ કંપનીમાં નવા પ્લાન્ટથી વધુ 5 હજાર લોકોને રોજગાર મળશે..
પ્રદેશ ભાજપ દ્વારા આજે રાજ્યના નાગરિકોના દીર્ધાયુ માટે ડોક્ટર સેલ દવારા વિશ્વ આયુર્વેદ દિવસ તેમજ ધન્વંતરી જયંતી નિમિત્તે ભગવાનશ્રી ધન્વંતરીનાં પુજન અને અર્ચનનો કાર્યક્રમ ૪૧ જીલ્લા, મહાનગરોમાં યોજાયા.
Site Admin | ઓક્ટોબર 29, 2024 7:40 પી એમ(PM)
રાજ્યભરમાં આજે ધનતેરસ અને ધન્વંતરી તેરસની ઉજવણી
