રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પાવન પર્વની લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.
ગણપતિજીને ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓમાં સૌ-પ્રથમ સ્થાન આપવામાં આવે છે. આપણી સંસ્કૃતિ મુજબ ગણપતિજી વિઘ્નહર્તા હોવાથી દરેક પ્રસંગમાં તેમની સ્થાપના પહેલા કરવામાં આવે છે.
સાબરકાંઠાના હિંમતનગરની ત્રિવેણી હાઈસ્કૂલ ખાતે ધોરણ 5 થી 10 ના બાળકો દ્વારા માટીની ભગવાન ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું.
મહેસાણા જિલ્લામાં રાજમહેલ રોડ ઉપર આવેલ ગણપતિ મંદિર ખાતે ગણેશોત્સવના કાર્યક્રમ યોજાશે. મહેસાણા પોલીસ દ્વારા પરંપરાગત ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર અપાયો હતો. તો ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિની સ્થાપના આજે સવારે કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના વિવિધ મંડળોએ ગણેશજીને વાજતેગાજતે ફટાકડા તેમજ ઢોલ નગારા ડીજે ના તાલે લાવી આજે પ્રતિમાની સ્થાપના કરી. ભક્તોએ ત્યોહારને આવનાર દિવસો દરમ્યાન પૂરા ભક્તિભાવપૂર્વક બાપ્પાની સેવા કરવાની પ્રાર્થના કરી હતી.
Site Admin | ઓગસ્ટ 27, 2025 3:05 પી એમ(PM)
રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી…
