નવેમ્બર 15, 2025 9:32 એ એમ (AM)

printer

રાજ્યભરમાં આજે, કાલે તથા 22 અને 23 નવેમ્બરે મતદાન મથકો પર મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન

રાજ્યભરમાં વિવિધ મતદાન મથકો ખાતે આજે મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. આજે અને આવતીકાલે તથા 22 અને 23 નવેમ્બરે મતદાન મથકો પર સવારે 9થી 1 વાગ્યા સુધી ખાસ કેમ્પ યોજાશે.આ કેમ્પમાં બૂથ લેવલ ઓફિસર – BLO મતદાન મથક પર હાજર રહેશે. નાગરિકો આ સમય દરમિયાન BLOની મદદથી SIR અંગે માર્ગદર્શન મેળવી ગણતરી ફોર્મ ભરી શકશે અને 2002ની મતદાર યાદીમાં પોતાનું નામ પણ શોધી શકશે.
દરમ્યાન ગઇકાલે સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ બેઠક યોજાઇ.જેમાં વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંગે જાણકારી આપવામાં આવી. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષો તરફથી મળેલા સૂચનો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.