માર્ચ 31, 2025 10:10 એ એમ (AM)

printer

રાજ્યભરમાં આજે ઈદ-ઉલ-ફિત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

રાજ્યભરમાં આજે ઈદ-ઉલ-ફિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે. ગુજરાત ચાંદ કમિટી દ્વારા એક યાદીમાં જણાવાયું કે, માહે ઈદ ઉલ ફિત્રનો ચાંદ દેખાયો છે. એટલે આજે ઈદ પર્વની ઉજવણી કરાશે. મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા આજે ઈદની વિશેષ નમાઝ અદા કરાશે. ઈસ્લામિક કેલેન્ડર પ્રમાણે, શવ્વાલ માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. એટલે મુસ્લિમ સમુદાય દ્વારા રમઝાન માસમાં રોજા અને ઉપવાસ બાદ આજે ઈદની ઉજવણી કરાશે. ઈદની પૂર્વ સંધ્યાએ ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યભરની બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી.