રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનાં ભાગરૂપે અનેક શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા.
ગાંધીનગરમાં પથિકાશ્રમ એસટી ડેપો ખાતે રાજ્યનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકર્તાઓ સાથે સફાઈ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
બનાસકાંઠા જિલ્લાનાં કલેકટર મિહિર પટેલે અંબાજીમાં ગબ્બર તળેટી ખાતેથી જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. શ્રી પટેલે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ કર્મીઓને સ્વચ્છતા યોધ્ધા ગણાવીને મેળા દરમિયાન ચાલી રહેલી સફાઈ કામગીરીને બિરદાવી હતી.
મહીસાગર જીલ્લા વહીવટી તંત્ર અને લુણાવાડા નગરપાલિકા દ્વારા ઇન્દિરા મેદાન ખાતે પંચમહાલના સાંસદ રાજપાલ સિંહની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સફાઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા
પાટણ જિલ્લાના સિધ્ધપુર એસ.ટી. બસ સ્ટેશન ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સ્વચ્છતા કાર્યમાં જોડાઈને શ્રમદાન કર્યુ હતું.
કચ્છ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાનનો માનકુવા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર નિકુંજ પરીખે જણાવ્યું હતું કે દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ હેઠળ જાહેર સ્થળો, કચરાના સ્થળો વગેરેની સફાઇ હાથ ધરાશે, જેમાં સફાઇ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવશે.
સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુ કાર્યક્રમ 31 ઓક્ટોબર સુધી ચાલશે..
Site Admin | સપ્ટેમ્બર 17, 2024 3:20 પી એમ(PM) | ‘‘સ્વચ્છતા હી સેવા’’
રાજ્યભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું