કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ રાજ્યભરમાં આજથી મતદાર યાદીનું વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા હાથ ધરાઈ છે. ગાંધીનગરમાં S.I.R. પ્રક્રિયાના પ્રાથમિક તબક્કા હેઠળ બારકોડેડ પત્રકનું પ્રિન્ટીંગ અને બૂથ સ્તરના અધિકારી – BLOને તાલીમ આપવાનું કામ પૂર્ણ કરાયું છે. જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર કુલ મળીને એક હજાર 333 જેટલા BLOને સઘન તાલીમ અપાઈ છે. તેઓ આજથી આગામી ચાર ડિસેમ્બર સુધી ઘરેઘરે જઈ મતદારોનો સરવે કરશે તેમ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી જે. એન. પટેલે જણાવ્યું.
Site Admin | નવેમ્બર 4, 2025 7:58 પી એમ(PM)
રાજ્યભરમાં આજથી વિશેષ સઘન સુધારણા – SIR પ્રક્રિયાનો પ્રારંભ