કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો માટે મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્યભરમાં આજથી મતદારયાદી SIR ઝુંબેશ શરૂ થઈ છે. 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવા આવશે. સાથે જ 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરાશે.અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સમગ્ર પ્રક્રિયા સાથે રાજકીય પક્ષોને માહિતગાર કરીને સહકાર આપવા માટે કહેવાયું. 9 ડિસેમ્બરે હંગામી મતદારયાદી પ્રસિદ્ધ કરાશે. જેમાં 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે.આણંદ જિલ્લા કલેકટરે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત બેઠક યોજી જણાવ્યું કે મતદાન સઘન સુધારણા કાર્યક્રમમાં નાગરિકોએ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ પ્રક્રિયામાં સહયોગ આપવા અનુરોધ કરાયો હતો.
Site Admin | નવેમ્બર 1, 2025 8:23 એ એમ (AM)
રાજ્યભરમાં આજથી મતદારયાદી SIR ઝુંબેશ શરૂ, 7 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર થશે