રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી છે કે આગામી 6 દિવસ ઠંડીમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે. ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં સતત એક બાદ એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનો ચમકારો નથી જોવા મળ્યો.
રાજ્યમાં સૌથી નીચું તાપમાન 9.5 ડિગ્રી નલિયામાં નોંધાયું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી અને ગાંધીનગરમા લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું છે. ઠંડીને લઈ વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ
Site Admin | ડિસેમ્બર 27, 2025 9:45 એ એમ (AM)
રાજ્યભરમાં આગામી 6 દિવસ ઠંડીમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત્