એપ્રિલ 5, 2025 9:44 એ એમ (AM)

printer

રાજ્યભરમાં આગામી 31 મે સુધી જળસંચયનું મહાઅભિયાન યોજાશે

રાજ્યભરમાં આગામી 31 મે સુધી જળસંચયનું મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મહેસાણાના દવાડાથી કેચ ધ રેઈન- સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના રાજ્યવ્યાપી બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને વરસાદી પાણીને બચાવવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે શ્રી પટેલે દવાડા ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો. દરમિયાન એક અરજદારે મુખ્યમંત્રી સમક્ષ ગામમાં આવેલા પૌરાણિક જાગેશ્વર મહાદેવ મંદિરનો પુનઃરુદ્ધાર કરાવવા રજૂઆત કરી હતી. શ્રી પટેલે આ માગણીનું યોગ્ય નિવારણ લાવવાનું જણાવ્યું હતું.