માર્ચ 14, 2025 7:23 પી એમ(PM)

printer

રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે

રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છનાં કેટલાંક વિસ્તારમાં અતિશય ગરમીનું મોજું ફરી વળવાની
એટલે કે, હીટવેવની શક્યતા છે. ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે.હવામાન ખાતાની સત્તાવાર યાદી મુજબ, ગત ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી
સેલ્સિયસે પહોંચ્યું છે.સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટ, જૂનાગઢનાં કેશોદ, કચ્છનાં કંડલા હવાઈમથક અને કંડલા બંદર પર નોંધાયું છે. જ્યારે અમરેલી, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. આ સિવાયનાં જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 32 થી 39 ડિગ્રી સેલ્સિયસ સુધી રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.