ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત મહેસૂલ તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં કુલ 1 હજાર 384 કેન્દ્ર પર લેવાઈ હતી. પરીક્ષા માટે 3 લાખ 99 હજાર ઉમેદવારોએ પ્રવેશપત્ર ડાઉનલોડ કર્યા હતા.પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આ વખતે કડક પગલાં લેવામાં આવ્યા હતા. તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને CCTV કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાયું હતું.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 12:30 પી એમ(PM)
રાજ્યભરના 23 જિલ્લાઓના એક હજાર 384 કેન્દ્રો ઉપર મહેસૂલ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન