ફેબ્રુવારી 28, 2025 9:31 એ એમ (AM)

printer

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે જ તાપમાનમાં આગામી ચાર દિવસ દરમિયાન ધીમે ધીમે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે.રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાયું હતું જેમાં સૌથી વધુ 38.7 ડિગ્રી મહત્તમ તાપમાન રાજકોટમાં, અમદાવાદ અને વડોદરામાં 36.8 ડિગ્રી, સુરતમાં 38.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેવાની શક્યતાઓ છે.