માર્ચ 10, 2025 7:41 પી એમ(PM)

printer

રાજ્યભરના મંદિરોમાં ફાગણી પૂનમની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે

રાજ્યભરના મંદિરોમાં ફાગણી પૂનમની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ફાગણી પૂનમના દિવસે ભક્તો, ભગવાન સાથે રંગોથી રમી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરશે. દ્વારકા જગત મંદિર ખાતે ભક્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઇ છે. પદયાત્રીઓ, દ્વારકા પહોંચી રહ્યા છે, ત્યારે તેમની સુવિધાઓ માટે મંડપો, ભોજન-પાણી સહિતની વ્યવસ્થાઓ કરાઇ છે.ડાકોર ખાતે પણ આજથી  ફાગણી પૂનમ ઉત્સવનો પ્રારંભ થયો છે.ડાકોર રણછોડરાયના દર્શને આવતા પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઇ છે.