રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ટેક્નિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવાં જીવનમૂલ્યો અપનાવવા પર ભાર મૂક્યો હતો. અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUના પંદરમા પદવીદાન સમારોહને સંબોધતા કુલાધિપતિ અને રાજ્યપાલશ્રીએ આ વાત કહી. તેમણે યુવાનોને પોતાની શક્તિઓનો દેશના ઉત્થાન માટે ઉપયોગ કરવા આહ્વાન કર્યું.
આ પ્રસંગે GTUની વિવિધ વિદ્યાશાખાના 36 હજાર 935 વિદ્યાર્થીઓને પદવી, 70 વિદ્યાર્થીઓને પીએચ.ડી તથા 147 વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરાયાં.
Site Admin | જાન્યુઆરી 22, 2026 7:47 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અમદાવાદમાં GTUનો 15-મો પદવીદાન સમારોહ યોજાયો.