રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગરમાં કૃષિ સખી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી. રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર તૈયાર કરવા પણ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા તેમજ જિલ્લાના વિવિધ અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 15, 2026 2:23 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગરમાં કૃષિ સખી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી.