ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે બોલતા રાજ્યપાલે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું મળે છે એવી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન અને ખર્ચમાં ખાસ ફેરફાર થતો નથી, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધે છે અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં હણોલ ગામે રાત્રી સભા પણ યોજાઈ હતી. જેમાં તેમણે વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા અભિયાન અને નશામુક્ત સમાજના નિર્માણ માટેનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 15, 2026 9:43 એ એમ (AM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન