રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં લોકભવન ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી મનુ પટોલિયા દ્વારા લિખિત ફ્રોમ સ્ટાર્ટઅપ્સ ટુ સક્સેસ પુસ્તકનું વિમોચન કર્યું. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કે, જીવનમાં સફળતા માત્ર આર્થિક પ્રગતિ સુધી જ સિમિત નથી, પરંતુ સંસ્કાર, નૈતિકતા અને માનવીય મૂલ્યોનું જતન પણ એટલું જ જરૂરી છે. આ પુસ્તક સંઘર્ષ કરતા યુવાનોને સાચી દિશા અને માર્ગદર્શન આપશે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 9:39 એ એમ (AM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફ્રોમ સ્ટાર્ટઅપ્સ ટુ સક્સેસ પુસ્તકનું વિમોચન કર્યું