ડિસેમ્બર 30, 2025 7:34 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકારી યોજનાઓનો યોગ્ય અમલ કરાવવા અધિકારીઓને અનુરોધ કર્યો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અંગે થતી કામગીરીની સમીક્ષા કરી. ગાંધીનગરના રાજભવનમાં યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલશ્રીએ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકારની યોજનાઓનો યોગ્ય અમલ કરાવવા અધિકારીઓને જણાવ્યું. તેમણે દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવા પણ સૂચન આપ્યા હતા.
બેઠકમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સહાયકારી યોજનાઓ, તાલીમ, સંશોધન અને શિક્ષણ અંગે થતી કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સુચન આપ્યાં.