ડિસેમ્બર 29, 2025 3:22 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડાના દેથલી ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લીધી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડાના દેથલી ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની મુલાકાત લીધી. દરમિયાન તેમણે દૂધ ઉત્પાદકો સાથે સંવાદ પણ કર્યો. ગામના દૂધ ઉત્પાદકો “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” અભિયાન હેઠળ પ્રતિદિવસ દૂધમંડળીઓમાં રાખેલા આશીર્વાદપાત્રમાં સ્વેચ્છાએ દૂધનું દાન કરે છે.
આ દૂધ આંગણવાડીઓના કુપોષિત બાળકોને અપાય છે. રાજ્યપાલશ્રીએ આ અભિયાનની પ્રશંસા કરતાં તેના અમલીકરણની પણ નોંધ લીધી. સાથે જ તેમણે પશુઓ માટે સૅક્સ સૉર્ટેડ સિમેનનો લાભ લેવા પશુપાલકોને સલાહ આપી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.