રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદમાં’ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન’ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમના 3D મોડલનું અનાવરણ કર્યુ હતું. આ કાર્યક્રમમાં સમાજસેવા અને અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પારસી સમુદાયના શ્રેષ્ઠીઓને રાજ્યપાલશ્રીએ ‘પારસી રત્ન’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. અરીઝ ખંભાતા સિનિયર સિટીઝન હોમનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આ સિનિયર સિટીઝન હોમ પારસી સમુદાયની સંસ્કૃતિ અને સંસ્કારોને પ્રસ્તુત કરે છે.વધુમાં તેમણે કહ્યું કે દેશના વિકાસમાં રાષ્ટ્રભક્ત એવા પારસી સમુદાયનું બહુ મોટું યોગદાન રહ્યું છે. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પોતાનાં ઉત્કૃષ્ટ યોગદાન થકી આ સમુદાયે દેશમાં સતત સન્માન પ્રાપ્ત કર્યું છે.
Site Admin | ડિસેમ્બર 3, 2025 9:31 એ એમ (AM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘ધ અવર ઓફ રેકગ્નિશન એન્ડ ડેડિકેશન’ કાર્યક્રમ યોજાયો