રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમરેલીમાં લાઠી તાલુકાના કેરિયા અને હર-સુરપુર દેવળિયા ખાતે એક સંસ્થા દ્વારા બનાવાયેલા બે સરોવરનું લોકાર્પણ કર્યું. લાઠી—લિલિયા તાલુકામાંથી પસાર થતી 54 કિલોમીટર લાંબી ગાગડિયો નદી પર રાજ્ય સરકાર અને સંસ્થા દ્વારા જનભાગીદારીથી જળસિંચનનું કાર્ય કરાયું છે. તેનાથી નદીની વહન ક્ષમતા અને સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ કહ્યું, રાજ્યમાં વર્ષ 2000 પહેલા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઘણી ગંભીર હતી. આજે સૌરાષ્ટ્ર માટે પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે.
રાજ્યપાલશ્રીએ ગૌરી અને મંજુલા સરોવરનું લોકાર્પણ કરીને તળાવનું નિરીક્ષણ કર્યું. તેમજ સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
Site Admin | ઓક્ટોબર 21, 2025 7:12 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, સૌરાષ્ટ્ર માટે પીવાનાં પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની.