સપ્ટેમ્બર 20, 2025 3:49 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં મુક્તેશ્વર બંધની મુલાકાત લીધી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં મુક્તેશ્વર બંધની મુલાકાત લીધી. તેમણે જળાશયનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ અંગે વિગતવાર માહિતી મેળવી તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સાર્વત્રિક વરસાદને કારણે સરસ્વતી નદી પર આવેલા આ બંધમાં પાણીની સારી આવક થઇ છે.