રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે હિન્દુસ્તાન કૃષિ સંશોધન કલ્યાણ સોસાયટીના સહયોગથી પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેક્નોલોજી વિષયક 30 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરાવ્યો છે.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નહીં, પરંતુ ટકાઉ વિકાસ, સ્વસ્થ જીવન અને પર્યાવરણ સંરક્ષણનો નિશ્ચિત માર્ગ છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રાકૃતિક ખેતી એ ઓર્ગેનિક ખેતીથી અલગ છે, પ્રાકૃતિક ખેતી શુદ્ધ સૂક્ષ્મજીવાણુઓની ખેતી છે
શ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે, જો દેશના ખેડૂતો મોટા પાયે પ્રાકૃતિક ખેતી અપનાવે છે, તો ખેડૂતોની આવકમાં વધારો થશે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 3:19 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે 30 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરાવ્યો