રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. ગઈકાલે “પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેક્નોલૉજી” વિષય પર 30 દિવસની આંતર-રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરાવતા રાજ્યપાલશ્રીએ આ વાત કહી.તેમણે આ તાલીમ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા સિવાય ધરતી માતાનું સ્વાસ્થ્ય, જળ સંરક્ષણ, પર્યાવરણનું રક્ષણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણનો માર્ગ પણ મોકળો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. પ્રાકૃતિક ખેતી દ્વારા દેશી ગાયનું મહત્વ ફરીથી સ્થાપિત થશે અને આવનારી પેઢીઓને શુદ્ધ ખોરાક ઉપલબ્ધ થશે તેમ પણ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું.
Site Admin | ઓગસ્ટ 17, 2025 11:49 એ એમ (AM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો