રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, બાળકને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી બને તેવા ઉત્તમ નાગરિક બનાવવાની જવાબદારી શિક્ષકની છે. ગાંધીનગરમાં ગઈકાલે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના પાંચમા દિક્ષાંત સમારોહને સંબોધતા રાજ્યપાલશ્રીએ આ વાત કહી. તેમણે કહ્યું, શિક્ષકોએ બાળકરૂપી ઘડાને યોગ્ય ઘાટ આપીને સુંદર ઘડો બનાવવો જોઈએ. જેથી તમામ મુશ્કેલીઓનો ઉકેલ લાવી તેઓ સફળ બની શકે.
આ દિક્ષાંત સમારોહમાં ત્રણ સુવર્ણ ચંદ્રક સહિત કુલ 84 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 1, 2025 8:48 એ એમ (AM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, બાળકોને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી બનાવવાની જવાબદારી શિક્ષકની છે.