જુલાઇ 31, 2025 7:44 પી એમ(PM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્સર સહિતની બિમારીઓ રોકવા પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી

રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, રાસાયણિક ખેતીથી ઉત્પાદિત ખોરાક ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આજે ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠકના અધ્યક્ષસ્થાનેથી બોલતાં તેમણે કેન્સર જેવા રોગોથી બચવા ખેડૂતોને પ્રકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો.
શ્રી દેવવ્રતે ગુજરાત કેન્સર સોસાયટીના આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે, કેન્સર જેવા જીવલેણ રોગ સામે ઝઝુમતા દર્દીઓ તબીબી વિજ્ઞાનના પ્રયત્નોથી હવે પોતાનું આયુષ્ય વધારી શકે છે અને ઓછી પીડા સાથે જીવન જીવી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.