સપ્ટેમ્બર 20, 2024 8:58 એ એમ (AM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ. કરોડો ટન યુરિયાના ઉપયોગના કારણે વાયુમંડળ આજે પ્રદૂષિત થયું છે. આવા સમયે આપણે સૌએ ખેતીને બચાવવી હશે તો દેશી ગાય પાળવાની આપણી પરંપરાને અપનાવી જ પડશે. આણંદ જિલ્લાના આણંદ જિલ્લાના ઈસરવાડા ખાતે યોજાયેલા કિસાન સંમેલનને સંબોધતાં રાજ્યપાલે આ મુજબ જણાવ્યું હતું.શ્રી દેવવ્રતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે ઉંમેર્યું કે, યુરીયા, D.A.P., જંતુનાશક દવાના પરિણામે આપણે ગંભીર બિમારીનો ભોગ બની રહ્યા છીએ. ઝેરમુક્ત ખેતી એ આજના યુગની તાતી જરૂરિયાત છે. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેના શપથ લેવડાવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.