એપ્રિલ 9, 2025 9:51 એ એમ (AM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના સરઢવ ગામે શ્રી ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરના સરઢવ ગામે શ્રી ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું.તેમણે કહ્યું કે, ગુજરાત અને ભારતે સદૈવ સમગ્ર વિશ્વને આધ્યાત્મિક અને માનવીય દિશામાં માર્ગદર્શન આપ્યું છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે ગ્રામજનોને ગોગા મહારાજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી.