ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 4, 2025 4:00 પી એમ(PM) | રાજયપાલ

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર કરાયા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગુજકોમાસોલ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર કરાયા હતા. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ દ્વારા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તથા ગુજકોમાસોલના માધ્યમથી પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું દેશ-વિદેશમાં વેચાણ થાય અને ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તે હેતુથી આ MOU કરાયા હતા.

આ પ્રસંગે ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણી, ઉપાધ્યક્ષ બિપીન ગોતા તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટીમ્બડીયા ઉપસ્થિત રહ્યા હતા.