એપ્રિલ 4, 2025 10:24 એ એમ (AM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે સવારે આકાશવાણીના અમદાવાદ સ્ટૂડિયોની મુલાકાતે આવશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે સવારે આકાશવાણીના અમદાવાદ સ્ટૂડિયોની મુલાકાતે આવશે. દરમિયાન શ્રી દેવવ્રત સાથે એક ઈન્ટરવ્યૂ રેકોર્ડ કરાશે. શ્રી દેવવ્રત આકાશવાણીના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરશે. ત્યારબાદ તેઓ સંમેલન ખંડમાં આકાશવાણી અમદાવાદના કર્મચારીઓ સાથે સંવાદ કરશે.