ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 1, 2025 10:15 એ એમ (AM)

printer

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાળકોને તેમના જન્મદિવસે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાળકોને તેમના જન્મદિવસે અને માતા-પિતાની લગ્નની તિથિએ એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો છે. શ્રી દેવવ્રતે પૃથ્વીની સપાટી પર વધતા તાપમાન- ગ્લૉબલ વૉર્મિંગ અંગે માહિતગાર કરી બાળકોને પર્યાવરણની માવજત કરવાનું મહત્વ પણ સમજાવ્યું હતું.ગાંધીનગરના રાજભવન ખાતે ગઈકાલે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ યોજાયેલા રાજ્ય પુરસ્કાર અર્પણ સમારોહમાં શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું. સમારોહમાં શ્રી દેવવ્રતના હસ્તે વર્ષ 2023-24ના એક હજાર 568 બાળકો અને વર્ષ 2024-25ના એક હજાર 611 બાળકોને રાજ્ય પુરસ્કાર અર્પણ કરાયા હતા.